મોરબી BAMS એસો.ના પ્રમુખ પદે ડો. જીતેશ ડઢાણીયા-ઉપપ્રમુખ પદે ડો. મિલન જેતપરિયા યથાવત્ મોરબીમાં BAMS ડોક્ટર એસો., વૈદ્યસભા તથા બીજેપી ડોક્ટર સેલ દ્વારા ધનતેરસે પૂજનનો કાર્યક્રમ યોજાયો મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે તહેવારમાં ઇમરજન્સી સેવા માટે ખડેપગે ઊભા રહેતા કર્મવીરો સાથે ઉજવી દિવાળી ટંકારા તાલુકામાં વ્યાજના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા સુખપર (રોહા) ખાતે સ્નેહમિલન-લોકડાયરાનું આયોજન મોરબીમાં લીલાપરથી ઉમિયા સર્કલ સુધીના બન્ને રોડ વન-વે: દલવાડી સર્કલથી લીલાપર અને ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસે ભારે વાહનોની પ્રવેશ બંધી મોરબી ખાતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોયઝના ૧૧૮ બાળકોએ પોલીસ હેડક્વાર્ટર અને એસ.પી. કચેરીની લીધી મુલાકાત મોરબીમાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧ મી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

નવલખી પોર્ટ ઉપરથી કોલસાની ચોરીના પ્રયાસમાં ચાર આરોપીની ધરપકડ


SHARE









નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને આ કોલસને ચોરી જવા માટે કારસો રચવામાં આવ્યો હતો જેથી કરીને કંપનીના કર્મચારી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્ટાફને માર મારીને કોલસાની ચોરી કરવાનો પ્રયાસ કરનારા શખ્સોની સામે ગુનો નોંધાવવામાં આવ્યો હતો જેના આધારે પોલીસે હાલમાં ચારેય આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના નવલખી પોર્ટમાં જીએમબીના પ્લોટ નંબર-૩ માં અદાણી કંપની દ્વારા ઇમ્પોર્ટ કરેલ કોલસો પ્લોટમાં પડયો હતો અને તેઓની કંપનીની પાવતી હોય તો જ ત્યાંથી માલ (કોલસો) ભરી આપો તેવી સૂચના હતી છતાં પણ ચાર લોકોએ અદાણીની જગ્યામાં પડેલ કોલસામાંથી કોલસો ઉપાડી જવાનો કારસો રચ્યો હતો અને તે માટે ગાડી મોકલી હતી અને ત્યાં રહેલા સાહેદને માર મારવામાં આવ્યો હતો બાદમાં અદાણી કંપનીના રવાપર રોડ ટવીન ટાવર ફ્લેટ નંબર-૨૦૨ માં ઇન્ચાર્જે અજય છેદીલાલ જયસ્વાલ ક્ષત્રિય (૩૫) દ્વારા ચાર લોકોની સામે માળીયા(મિં.) પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને લખવ્યું હતું એક આરોપી રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરા, જાકુબ ઇસાક નાગીયા રહે. જામનગર, સુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર અદાણી કંપની દ્વારા ઈમ્પોર્ટ કરાયેલો કોલસો નવલખી બંદર રહેલ યુએસએલ શિપમેન પાસે રાખવામાં આવ્યો હતો અને તેમના પ્લોટમાં જે કોલસાનો જથ્થો પડયો હતો ત્યાંથી આરોપીઓ દ્વારા પોતાના વાહનમાં કોલસો ચોરી જવાના ઇરાદે કારસો રચવામાં આવ્યો હતો અને કોલસો ચોરી કરી જવાના ઉદ્દેશથી વિરમભાઈને ગાળો બોલી માર માર્યો હતો અને ફડાકા ઝીંકી દીધા હતા. કારણ કે ત્યાં પ્લોટમાં કોલસો ભરવા માટે અદાણી કંપનીનો સિક્કો લગાવેલી પાવતી આપે તો જ પાર્ટીને કોલસાનો જથ્થો ભરી દેવામાં આવતો હતો જો કે, આ આરોપીઓએ વિરમભાઈને કોઈપણ જાતની પાવતી બતાવ્યા વગર જ પોતાના વાહનમાં કોલસો ભરી જવા માટે કારસો રચ્યો હતો જેની જાણ ફરીયાદી અજયભાઈ જેસ્વાલને થતાં તેને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ચોરી, મારામારી અને ધમકીની કલમો નોંધાયેલા ગુનામાં રામદેવસિંહ સુરૂભા ઝાલા રહે.મોટા દહિસરા, જાકુબ ઇસાક નાગીયા રહે. જામનગર, સુનિલ રાજુ જોશી રહે.મોટા દહીસરા તેમજ વાહન નંબર જીજે ૩ બીટી ૭૧૮૩ નો ડ્રાઇવર વિજા ઉર્ફે ચકો મગનભાઇ સાલાણી રહે, વવાણિયા વાળાની ધરપકડ કરેલ છે

 




Latest News