મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીમાં કારખાનામાં ગૌવંશ હત્યાના બનાવને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ: વિવિધ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE







હળવદ જીઆઇડીસીમાં કારખાનામાં ગૌવંશ હત્યાના બનાવને લઈને હિન્દુ સમાજમાં આક્રોશ: વિવિધ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

છોટાકાશી તરીકે ઓળખાતી હળવદ નગરી એક સંસ્કારી, શાંતિપ્રિય અને ધાર્મિક નગરી તરીકે સમગ્ર પ્રદેશમાં જાણીતી છે. હળવદની શાંતિ અને સામાજિક સૌહાર્દને ભંગ કરવાનો અમાનવીય પ્રયાસ અમુક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

હળવદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રોશની કેમ ફૂડતરીકે ઓળખાતા મીઠાના કારખાનાના અગાશી (ધાબા) પર ધોળા દિવસે ગૌવંશની નિર્દય હત્યા કરી અને તેને રાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની માહિતી મળતાં સમગ્ર હળવદ શહેરમાં ભારે આક્રોશ અને દુઃખની લાગણી ફેલાઈ છે. આ હીન અને નિંદનીય કૃત્ય હળવદની શાંતિ, ધાર્મિક ભાવનાઓ તથા સામાજિક એકતાને ઘોર આઘાત પહોંચાડે છે.

આ ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતાં હળવદના સર્વ સમાજના આગેવાનો, વેપારી સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ તથા નાગરિકોએ એકસૂર માં માંગ કરી છે કે ઘટનાની તાત્કાલિક, નિષ્પક્ષ અને કડક તપાસ કરવામાં આવે તેમજ તમામ આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ કડકમાં કડક સજા આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને.

આ બાબતે હળવદ અસ્મિતા મંચ, વિશ્વ હિન્દુ પરિષદ હળવદ પ્રખંડ, હળવદ વેપારી મહામંડળ, હળવદ ચેમ્બર ઓફ કોમર્સ તથા અન્ય સામાજિક સંગઠનોના સંયુક્ત આહ્વાન હેઠળ હળવદમાં આવેલ શ્રી રામ ગૌશાળા ખાતે એકત્ર થઈ મામલતદાર ઓફિસ સુધી શાંતિપૂર્ણ મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ત્યારે હળવદના જુદાજુદા સમાજ અને સંગઠનના આગેવાનો અને યુવાવર્ગના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ભવિષ્યમાં હળવદની અસ્મિતા જળવાઈ રહે તેના માટે દોષીતો સામે કાયદેસરની કાર્યવાહી કરીને કડક પગલાં લેવાની માંગ કાર છે.




Latest News