ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતી પરિણીતાને ફોટો-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી: મહેસાણાના શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં રહેતી પરિણીતાને ફોટો-વિડીયો વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી: મહેસાણાના શખ્સ સામે ગુનો નોંધાયો
 
મોરબીમાં માવતરના ઘરે રહેતી પરણીતાને તેના ફોટો-વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન ઉપર ગાળો આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલ પરિણીતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ મોરબી સિટી વિસ્તારમાં માવતરના ઘરે રહેતી પરિણીતાએ હાલમાં મહેસાણાના પીલુડા ગામે રહેતા હર્ષ ભરતભાઈ પ્રજાપતિ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, છેલ્લા દોઢેક વર્ષ જેટલા સમયથી ફરિયાદી મહિલાને વ્હોટ્સએપ મારફતે કોન્ટેક કરીને તેના ફોટો અને વિડિયો વાયરલ કરવાની હર્ષ પ્રજાપતિ દ્વારા ધમકીઓ આપવામાં આવે છે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને ફોન ઉપર ગાળો આપવામાં આવે છે જેથી ભોગ બનેલ પરણીતામોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એસ.કે.બાલાસરા ચલાવી રહ્યા છે.






Latest News