મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થવાથી યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક કારખાનાના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ગંભીર ઇજા થવાથી યુવાન સારવારમાં

મોરબીના સાદુકા ગામ પાસે આવેલ કારખાનામાં કન્વેયર બેલ્ટની સફાઈ કરતી વખતે બેલ્ટ ચાલુ થઈ ગયો હતો જેથી કરીને શ્રમિક યુવાનો હાથ તેમાં ફસાઈ ગયો હતો જેથી યુવાનને હાથમાં ગંભીર ઇજા થઈ હતી માટે તે યુવાનને સારવારમાં હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના સાદૂળકા ગામ પાસે આવેલ લેમકા પેનલ કારખાનાના ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સન્યુભાઈ મલજીભાઈ ભુરીયા (24) નામનો યુવાન કારખાનામાં બેલ્ટમાં સફાઈ કામ કરી રહ્યો હતો તે દરમિયાન કોઈ કારણસર બેલ્ટ ચાલુ થઈ જવાના કારણે તે યુવાનનો હાથ તેમાં ફસાઈ ગયો હતો જેથી યુવાનને હાથમાં ગંભીર ઇજા થઈ હતી માટે તેને સારવારમાં હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની વિરલભાઈ અશોકભાઈ મીનપરા (27) રહે. અવધ હાઈટ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News