મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના માંડલ ગામે બેકાબુ ટ્રેઇલર સિરામીક યુનીટની ઓફિસની દિવાલ સાથે અથડાયુ


SHARE







મોરબીના માંડલ ગામે બેકાબુ ટ્રેઇલર સિરામીક યુનીટની ઓફિસની દિવાલ સાથે અથડાયુ

મોરબી-હળવદ હાઈવે ઉપર માંડલ ગામ પાસે સિરામીક યુનીટમાં યુનીટની ઓફિસની દીવાલ સાથે બેકાબૂ ટ્રેઇલર ધડાકાભેર અથડાયુ હતુ. જોકે સદભાગ્યે કોઈને ઈજા પહોંચી ન હતી. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના હળવદ હાઈવે ઉપર આવેલ માંડલ ગામ પાસેના સ્પેરોન સિરામિક નામના યુનિટમાં સવારના સમયે બેકાબૂ બનેલ માટી ભરેલ ટ્રેઇલર દરવાજામાંથી સીધું જ સામેના ભાગે આવેલી યુનીટની ઓફિસની દીવાલ સાથે અથડાયું હતું જેથી કરીને ઓફિસ સ્ટાફ ડરનો માર્યો બહાર નીકળી ગયો હતો સદભાગ્યે ઓફિસ સ્ટાફમાંથી કે અન્ય કોઇને ઇજા પહોંચી નથી. જોકે ટ્રક ધડાકાભેર દિવાલની સાથે અથડાયો હોય ટ્રેઇલરનો મોરાનો ભાગ ભાંગીને ભુકો થઈ ગયો હતો જેમાં ટ્રેઇલરના ડ્રાઇવરને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. અત્રે નોંધનીય છે કે જિલ્લામાં જુદા જુદા યુનિટોમાં આશરે ૫૦૦૦ જેટલા વાહનો બેફામપણે દોડતા હોય છે અને છાશવારે અકસ્માતો સર્જાય છે.ત્યારે જિલ્લા હાઈવે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ગતિ નિયમન કરવવામાં આવે તે લોકોના હિતમાં જરૂરી બન્યું છે.






Latest News