મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની 1,59,300 ની રોકડ સાથે ધરપકડ: એક ફરાર


SHARE











મોરબીના આમરણ નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોની 1,59,300 ની રોકડ સાથે ધરપકડ: એક ફરાર

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ચેકડેમ નજીક ખરાબાની જગ્યામાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત એલસીબીની ટીમ મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી હતી. જોકે પોલીસે સ્થળ ઉપરથી પાંચ શખ્સોની 1,59,300 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને એક શખ્સ નાસી ગયો હતો. હાલમાં છ શખ્સોની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આમરણ જીવાપર રોડ ઉપર ચેકડેમ પાછળ ખરાબાની જગ્યામાં બાવળની જાળીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, પોલીસે સ્થળ ઉપરથી દેવદાનભાઈ મોમૈયાભાઈ કુંભારવાડીયા (62) રહે. રવાપર રોડ હરી ટાવરની બાજુમાં મોરબી, અસલમમિયા સુલતાનમિયા બુખારી (40) રહે. આમરણ, ધીરજભાઈ વાલજીભાઈ બોપલિયા (43) રહે. બેલા (આમરણ), પ્રવીણભાઈ રાઘવજીભાઈ લીખીયા (52) રહે.આમરણ (ડાયમંડ નગર) અને ગૌતમભાઈ અમૃતભાઈ લીખીયા (33) રહે. આમરણ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1,59,300 ની રોકડ કબજે કરવામાં આવી હતી જોકે, પોલીસને જોઈને સ્થળ ઉપરથી નિઝામ ફારુકમિયા બુખારી રહે. આમરણ વાળો નાસી ગયેલ હોય હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સો સામે ગુનો નોંધાયો છે અને નાસી ગયેલા શખ્સને પકડવા માટે તજવી હાથ ધરી છે.

વરલી જુગારની 2 રેડ

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામના ઝાપા પાસે વરલી જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા સુનિલભાઈ ભરતભાઈ ચાવડા (28) રહે જુના સુલતાનપુર વાળો મળી આવતા પોલીસે 700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આવી જ રીતે મોરબીમાં સોઓરડી વિસ્તારમાં આવેલ વરીયા મંદિર વાળી શેરીમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મકસુદભાઈ મુસાભાઇ ચૌહાણ (37) રહે. સોઓરડી શેરી નં- 5 મોરબી વાળો મળી આવતા પોલીસે 1,000 ની રોકડ સાથે તેની ધરપકડ કરે છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ સાથે પકડાયો

મોરબીના રવાપર ગામ નજીક આવેલ રવાપર રેસીડેન્સી પાસે ખોડીયાર સર્વિસ સેન્ટર બાજુમાંથી પસાર થઈ રહેલ બાઈક નંબર જીજે 3 ડીએ 2648 ને રોકીને બાઇક ચાલકને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 696 ની કિંમતની દારૂની બોટલ તથા 25,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 25,696 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી કલ્પેશભાઈ દેવકણભાઈ પરમાર (20) રહે. બોની પાર્ક પાછળ ખેંગડીની વાડી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News