મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા કેરમ ટુર્નામેંટનું આયોજન


SHARE







મોરબી મહાનગરપાલિકા દ્વારા કેરમ ટુર્નામેંટનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ વધે, બાળકો તથા યુવાનોમાં રમતિયાળ ભાવના વિકસે તેમજ સ્વસ્થ સ્પર્ધાત્મક માહોલ સર્જાય તે હેતુસર તા.૨૪ (શનિવાર) ના રોજ ઓલ મોરબી કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ટુર્નામેન્ટમાં મોરબી શહેરના વિવિધ વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે અંડર-૧૨, અંડર-૧૮ તથા ઓપન એમ કુલ ત્રણ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેમાં સ્પર્ધા ૨ ખેલાડીની ટીમમાં રમાશે.રજીસ્ટર કરવા નીચે આપેલ QR કોડ સ્કેન કરવાનો રહેશે. આ ટુર્નામેન્ટનું આયોજન મોરબી શહેરના રાણી બાગ ખાતે કરવામાં આવ્યું છે, જેથી ખેલાડીઓને અનુકૂળ અને સુવ્યવસ્થિત માહોલ મળી રહે. કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯:૩૦ કલાકે કરવામાં આવશે.

ટુર્નામેન્ટ દરમિયાન વિજેતાઓને પ્રોત્સાહન આપવા માટે વિનિંગ પ્રાઈઝ પણ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને ૨૫૦૦, દ્વિતીય વિજેતાને ૧૫૦૦ તથા તૃતીય વિજેતાને ૧૦૦૦ રોકડ ઇનામ આપવામાં આવશે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ખેલાડીઓ, રમતપ્રેમીઓ તથા નાગરિકોને આ ટુર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવે છે. વધુ માહિતી માટે મોરબી મહાનગરપાલિકાની રમત-ગમત શાખાનો મો.૭૭૭૮૮૦૪૫૬૮ સંપર્ક કરવા અધિકારી જણાવ્યુ છે. 




Latest News