મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના  દિક્ષીત વાઘેલાએ ઝળહળતી સફળતા મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ કર્યું સન્માન


SHARE







વાંકાનેરના  દિક્ષીત વાઘેલાએ ઝળહળતી સફળતા મેળવતા જિલ્લા પંચાયતના પ્રમુખ-ધારાસભ્યએ કર્યું સન્માન

વાંકાનેરના  દિક્ષીત વાઘેલાએ વર્ષ ૨૦૨૫માં ધો.-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય ક્રમ મેળવ્યો હતો જેથી કરીને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા તેનું સન્માન કરાયુ હતું

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ, ગાંધીનગર મોરબી જિલ્લાના વાંકાનેરના દિક્ષીત રમણભાઈ વાઘેલાએ વર્ષ ૨૦૨૫ માં ધોરણ-૧૨ (વિજ્ઞાન પ્રવાહ) ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષામાં ૮૩.૮૩ ટકા સાથે ઉત્તીર્ણ થઈ સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં દ્વિતીય સ્થાન હાંસલ કરેલ છે. ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજય એ અભિનંદન આપ્યા છે. અને ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ કરી કારકિર્દીમાં જવલંત સફળતા મેળવી સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવો તેવી આપને શુભકામનાઓ તથા પ્રમાણપત્ર ગુજરાત સફાઈ કામદાર વિકાસના મેનેજીંગ ડિરેકટર જે.એમ.તુવાર દ્વારા પાઠવવામાં આવ્યું છે. અગાઉ દિક્ષીતને ધો.૧૦ માં ૮૬.૩૩ ટકા મેળવી સફાઈ કામદારનાં આશ્રિતો પૈકી સમગ્ર રાજયમાં પ્રથમસ્થાન મેળવ્યું હતું. હાલમાં દિક્ષીત રમણભાઈ વાઘેલાની આ સિદ્ધિ બદલ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, કલેક્ટર કે.બી. ઝવેરી દ્વારા સન્માન કરાયુ હતું. આ તકે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, અને પ્રકાશભાઈ વરમોરા ડીડીઓ નવલદાન ગઠવી સહિતના હાજર રહ્યા હતા.




Latest News