મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો ! મોરબી જિલ્લો ધો. 10 માં 89.13 ટકા પરિણામ સાથે ત્રીજા ક્રમે: એ-1 ગ્રેડના 1139 વિદ્યાથીઓનો સમાવેશ
Breaking news
Morbi Today

મોરબી નજીક આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને પાંસળીમાં ફ્રેક્ચર-માથામાં ગંભીર ઇજા


SHARE













મોરબી નજીક આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા વૃદ્ધને પાંસળીમાં ફ્રેક્ચર-માથામાં ગંભીર ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસેથી વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે તેના બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને પાંસળીમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇસરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીમાં આવેલ નાની કેનાલ પાસે ઓમ પાર્ક જાનકી પેલેસ બ્લોક નંબર 301 માં રહેતા બાબુભાઈ રામજીભાઈ વિડજા (64એ હાલમાં આઇસર નંબર જીજે 36 ટી 0335 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ મોરબીની લીલાપર ચોકડી પાસેથી પોતાનું બાઈક નંબર જીજે 3 ડીઇ 9571 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આઇસરના ચાલકે તેઓના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને પાંસળીના ભાગે ફ્રેક્ચર અને માથામાં તથા શરીરને ગંભીર જાઓ થઈ હતી અને આરોપી પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધે સારવાર લીધા બાદ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇસરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અકસ્માતમાં ઇજા

માનસર ગામ પાસે અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં સુનિલ હકાભાઇ પંસારા (18) અને રાહુલ ચતુરભાઈ પંસારા (23) નામના બે યુવાનોને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ અમૃતપાર્કમાં રહેતો લાલજીભાઈ પીતાંબરભાઈ (42) નામનો યુવાનને રોકડિયા હનુમાન મંદિર નજીક હતો ત્યારે ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News