મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં


SHARE







વાંકાનેરના નવા ઢુવા પાસે કારખાનાના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં

વાંકાનેર તાલુકાના નવા ઢુવા પાસે આવેલ સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામ પાસે રહેતા યસ નીરવલાલ પરમાર (19) નામના યુવાનનો સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન મશીનમાં હાથ આવી ગયો હતો જેથી તેને હાથમાં ઈજા થવાના કારણે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ તે યુવાને વધુ સારવાર માટે રાજકોટ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ નજીકથી કૌશલકિશોર સીતારામ રાઠોડ અને રાનીબેન મુનિલાલ નામના બે વ્યક્તિઓ બાઈક ઉપર બેસીને ચોટીલાથી પરત લધીરપુર રોડ ઉપર આવી રહ્યા હતા દરમિયાન ત્યાં ઓટો રીક્ષાના ચાલકે બાઈકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં બંનેને ઈજા થતા ઇજા પામેલા  બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ઊંચી અને નીચી માંડલ વચ્ચેથી રીક્ષા પસાર થઈ રહી હતી દરમિયાન ચાલુ રિક્ષામાંથી આશાબેન દીપકભાઈ પરમાર અને સેજલ દીપકભાઈ પરમાર નીચે પડી જતા તે બંનેને ઇજાઓ થઈ હતી જેથી ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News