મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના સતપર ગામે કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના સતપર ગામમાં કચરો નાખવા બાબતે બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલા બંને પક્ષના વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે હાલમાં તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે વાકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા શારદાબેન રમેશભાઈ સારેસા (45)એ હાલમાં વિજયભાઈ સોમાભાઈ સારેસા, રમેશભાઈ અરજણભાઈ સારેસા અને માલુબેન સોમાભાઈ સારેસા રહે. બધા સતાપર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીના ઘર સામે આરોપીને કચરો નાખવાની ના પાડતા તેઓને સારું લાગ્યું ન હતું ત્યારે વિજયભાઈએ ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટૂનો મારમાર્યો હતો તથા ઈંટનો ઘા વાસમાં અને પથ્થર માથામાં મારીને ઇજા કરી હતી જ્યારે અન્ય બે આરોપીઓએ ફરિયાદીની દીકરી લતાબેન અને ઉર્મિલાબેનને જેમ ફાવે તેમ બોલી હતી અને ઢીકાપાટુનો મારમાર્યો હતો તેમજ વિજયભાઈએ ઉર્મિલાબેનને જમણા હાથની આંગળીમાં મરડી નાખીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે.

જ્યારે સામેપક્ષેથી આ બનાવમાં વિજયભાઈ સોમાભાઈ સારેસા (32)શારદાબેન રમેશભાઈ સારેસા, રમેશભાઈ ગોવાભાઇ સારેસા, લતાબેન રમેશભાઈ સારેસા અને ઉર્મિલાબેન રમેશભાઈ સારેસા રહે. બધા સતાપર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે આવેલ હનુમાનજીના ઓટે રોટલી મૂકી જતા હતા જે શારદાબેનને તે સારું નહીં લાગતા તેણે ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદી તથા સાહેરમેશભાઈ અરજણભાઈ અને માલુબેનને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ ઉર્મિલાબેનએ પ્લાસ્ટિકના પાઇપ વડે ફરિયાદીને મારમાર્યો હતો તો રમેશભાઈએ ફરિયાદીને પગે ચાલવાની ઘોડી વડે મારમારીને ડાબા હાથની ટચલી આંગળીમાં ઇજા કરી હતી જેથી ઇજા પામેલ વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે 






Latest News