મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ભારત સરકાર તને યુક્રેન ભારત પાછો લઈ આવશે: મોરબીના સાહિલ માજોઠીને વિશ્વાસ અપાવતી માતા હસીના માજોઠી


SHARE







મોરબીનો સાહિલ માજોઠી નામનો યુવાન હાલમાં યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને ત્યાં તેને મળવા માટે તેના દિલ્હીના એડવોકેટ દીપા જોસેફ ગયા હતા ત્યારબાદ તેઓની વચ્ચે જે વાર્તાલાપ થયો હતો અને ઇન્ટરવ્યૂ થયો હતો તેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને ખાસ કરીને માતા સાથે વ્હોટ્સ એપ કોલમાં વાત કરી હતી જેમાં માતાએ તેના દીકરાને ભારત પરત લાવવા માટે ભારત સરકાર મહેનત કરી રહી છે અને તે ભારત પરત આવશે તવો વિશ્વાસ અપાવ્યો હતો.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ કરવા માટે ગયો હતો અને ત્યાં કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો દરમિયાન કુરિયરના પાર્સલની અંદર ડ્રગ્સ ઝડપાયું હતું જે કેસમાં તેને જેલની સજા થઈ હતી જેથી કરીને તે રશિયાની જેલમાં હતો અને ત્યારબાદ રશિયન આર્મી અને પોલીસ દ્વારા તેને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે થઈને મોકલવામાં આવ્યો હતો.

જો કે સાહિલ માજોઠીએ યુદ્ધ કરવાના બદલે 3 ઓક્ટોબર 2025 ના રોજ યુક્રેન ની બોર્ડર ઉપર સરેન્ડર કર્યું હતું અને ત્યારબાદ તેને યુક્રેનમાં ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જો કે, તેને પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ગુજરાત તેમજ ભારત સરકાર સુધી રજૂઆતો કરવામાં આવી છે દરમિયાન સાહિલ માજોઠીના દિલ્હીના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ગયા છે અને ત્યાં તેણે સાહિલ માંજોઠીને જે જગ્યા ઉપર રાખવામાં આવેલ છે તે જગ્યા ની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ સાહિલ માજોઠીનો ઇન્ટરવ્યૂ કર્યો હતો જે ઇન્ટરવ્યૂ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે.

ખાસ કરીને મોરબીથી રશિયા અને યુક્રેન સુધી કઈ રીતે સાહિલ માજોઠી પહોંચ્યો તે અંગેની વાત ઇન્ટરવ્યૂ દરમિયાન દીપા જોસેફને સાહિલ માજોઠી દ્વારા જણાવવામાં આવી હતી આ ઉપરાંત રશિયાની અંદર યેનકેન પ્રકારે કઈ રીતે બહારથી અભ્યાસ કે રોજગાર માટે આવેલા યુવાનોને ફસાવવામાં આવતા હોય છે તેની વાત તેણે દીપા જોસેફ સાથે  કરી હતી અને ખાસ કરીને સાહિલ માજોઠીએ યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતેથી તેની માતા હસીનાબેન માજોઠી સાથે ફોન ઉપર વ્હોટ્સ એપ કોલ માં વાત કરી હતી અને તેમાં માતા હસીનાબેનને તેને જણાવ્યું હતું કે યુક્રેનથી તેને પરત ભારત લાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી અને સાથોસાથ ભારત સરકાર પણ તેને યુક્રેનથી પરત ભારત લઈને આવશે તેવો વિશ્વાસ માતાએ તેના દીકરા સાહિલ માજોઠીને અપાવ્યો હતો




Latest News