મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના નવા દેવળીયા ગામ નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત


SHARE







હળવદના નવા દેવળીયા ગામ નજીક કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ યુવાનને માથામાં ગંભીર ઇજા થવાથી મોત

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામ નજીક હાઇવે ઉપર રોડ ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનને માથા અને શરીરે ઇજા થઈ હતી જેથી યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના દીકરાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે કોળી પ્લોટમાં રહેતા મેહુલભાઈ દેવશીભાઈ વડેચા (32)હાલમાં કાર નંબર જીજે 1 એચઆર 1882 ના ચાલક સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે નવા દેવળીયા ગામની સીમમાં હાઇવે રોડ ઉપર સીએનજીના પંપ પાસેથી તેઓના પિતા વડેચા દેવશીભાઈ મોહનભાઈ (46) રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન આરોપીએ તેઓને કારથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પિતાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે જવીજ શરૂ કરેલ છે અને મૃતક યુવાન બીજાના ખેતરેથી પાછા આવતા સમયે રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેનું મોત નીપજયું છે.

દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ

મોરબી તાલુકાના સોખડા ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 200 લીટર આથો તથા 40 લિટર દેશી દારૂ આમ કુલ મળીને 13,000 ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે આરોપી ફરદીનભાઇ સીદીકભાઇ મોવર (23) રહે કાંતિનગર માળિયા ફાટક પાસે મોરબી અને હનીફભાઈ હામભાઇ જેડા (22) રહે નવાગામ તાલુકો ધરપકડ કરી હતી અને તે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોબાઈલ ચોરી

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ સુકુન પ્લસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પવનકુમાર ગુર્જર નામના યુવાને ઓનલાઈન મોબાઈલ ચોરીની ફરિયાદ આપેલ છે જેમાં જણાવ્યું છે કે કારખાનાના લેબર કવાર્ટરમાં તેની સાથે રહેતો તેના ભાઈ રાજકુમારનો વીવો કંપનીનો મોબાઇલ લેબર કવાર્ટરમાં રાખ્યો હતો જે મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે #morbi




Latest News