મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાએ મરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું


SHARE







મોરબીની આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજામરણાવસ્થામાં આવેલા દર્દીને નવજીવન આપ્યું

મોરબીની આયુષ હોસ્પિટલમાં એક ૬૦ વર્ષના દર્દી ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે આવ્યા હતા અને જ્યારે દર્દીને લઈને આવ્યા હતા તે બેભાન હાલતમાં હતા અને તેમનું ઓક્સિજન લેવલ માત્ર ૫૮ % હતું.

ત્યાર બાદ ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દીની તપાસ કરવામાં આવી હતી અને જણાયું હતું કે, દર્દીને હૃદયનો મોટો હુમલો આવેલો છે, દર્દીના લોહીમાં CO2 વાયુનું લેવલ ૯૮ જેટલું થઈ ગયું છે. કીડની પર ડેમેજ થયું છે, ફેફસામાં ચેપ ફેલાઈ ગયો છે.તેમજ દર્દીની હાલતને ધ્યાનમાં લેતા તાત્કાલિક ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તેમને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા ,દર્દીના દીકરા દ્વારા ખુબજ ભાવુક રીતે વિનંતી કરવામાં આવી હતી કે સાહેબ આ મારા પપ્પા છે, તમારે ગમે તેમ કરીને એમને સાજા કરવાના છેઅને અંતે ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા આયુષ હોસ્પિટલમાં તેમની સચોટ નિદાન અને સારવાર ખુબજ સફળતાપૂર્વક થતા વેન્ટિલેટર પરના દર્દીની માત્ર ૫ દિવસમાં ખુબજ સારું થઈ જતા રજા કરવામાં આવી હતી. આથી દર્દી અને દર્દીના સગા દ્વારા ડો. સત્યજીતસિંહ જાડેજા તેમજ આયુષ હોસ્પિટલનો અંતઃકરણથી આભાર માનવામાં આવ્યો હતો.






Latest News