મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ SP કચેરીની લીધી શૈક્ષણિક મુલાકાત


SHARE







મોરબી ઉમા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓSP કચેરીની લીધી શૈક્ષણિક મુલાકાત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા વિદ્યા સંકુલ ખાતે ધો. 7 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ મોરબી એસપી કચેરીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ નેત્રમ પ્રોજેક્ટઅંગે વિસ્તૃત જાણકારી મેળવવાનો હતો. અને વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તથા જાહેર સુરક્ષા માટે તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની સચોટ અને સરળ સમજ આપવામાં આવી હતી. અને નેત્રમ પ્રોજેક્ટ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસપી કચેરીના અન્ય વિભાગોની પણ મુલાકાત લીધી હતી. જેમાં કંટ્રોલ રૂમ, ટ્રાફિક વિભાગ તથા કાયદો-વ્યવસ્થા સંભાળતા વિભાગોની કામગીરી અંગે માહિતી આપવામાં આવી હતી. આ તકે એસપી મુકેશકુમાર પટેલ દ્વારા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવામાં આવેલ હતો અને ખાસ કરીને પ્રેરણાત્મક શૈલીમાં માર્ગ સલામતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું તેમજ બાળકો મારફતે તેમના માતા-પિતાને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટેનો મહત્વનો સંદેશ આપ્યો હતો. મુલાકાતના અંતે ઉમા વિદ્યા સંકુલના સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારાએ એસપી સહિત તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓનો આભાર આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News