મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે માતાની ખબર કાઢવા ગયેલ પરણીતાને સાસરિયાં લેવા ન આવતા કંટાળીને....


SHARE







હળવદના ગોલાસણ ગામે માતાની ખબર કાઢવા ગયેલ પરણીતાને સાસરિયાં લેવા ન આવતા કંટાળીને....

હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં વાડીએ મહિલાએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે  હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામના રહેવાસી જ્યોતિબેન રોહિતભાઈ સુરેલા (22)હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં હનુભા કલુભા ગઢવીની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં મળતી વિગત પ્રમાણે સાતેક મહિના પહેલા જ્યોતિબેન તેના માતાની ખબર કાઢવા માટે તેને પિયર આવ્યા હતા અને ત્યારબાદ તેના સાસરીવાળા તેને સાતેક મહિનાથી તેડવા માટે ન આવતા કંટાળીને મહિલાએ ઝેરી દવા પી લીધેલ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સફારી સેનેટરી નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ત્રાજપર ખાતે રહેતા ખોડાભાઈ બાબુભાઈ સુરેલા (35) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને   સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.

સાપ કરડી ગયો

મોરબી નજીકના લાલપર ગામ પાસે ઘોઘા મહારાજના મંદિર પાસે વિકાસ અજયભાઈ પરમાર (5) નામના બાળકને સા કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળકી સારવારમાં

મોરબીના રંગપર ગામે રહેતી આદિતિ વિકાસભાઈ મકવાણા (10) નામની બાળકીએ ભૂલથી ઝેરી દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News