મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હૃદયના ધબકારા સાથે જ્યાં ધબકે છે બાળકોનું ખિલખિલાટ: મોરબી સિવિલ હોસ્પિટલનું SNCU બન્યું નવજાત શિશુઓના સુરક્ષિત ભવિષ્યની સંજીવની મોરબી જિલ્લામાં વિશ્વ AMR જાગૃતિ સપ્તાહનો પ્રારંભ: જનજાગૃતિ માટે ૨૪ નવેમ્બર સુધી વિશેષ અભિયાન મોરબીમાં કલેક્ટર કચેરીમાં યોજાયેલ ટાઈપિંગ સ્પર્ધામાં કલેક્ટરે પણભાગ લીધો  વેરાન વીડી બની લીલીછમ: મોરબીના કાલીકાનગર પાસે વીડીમાં ઘાસચારાની વિપુલ તકો
Breaking news
Morbi Today

મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







































મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવીને લાખનો મુદામાલ પડાવવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં રહેતા ખેડૂતની સાથે હનીટ્રેપ કરીને ફોટા વિડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી આટલું જ નહીં બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને ખેડૂત પાસેથી સોનાના ચાર બિસ્કીટ, રોકડા 1 લાખ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન આમ કુલ મળીને 53.50 લાખનો મુદામાલ પડાવી લેવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા ખેડૂત્તે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામે રહેતા ભરતભાઈ નામના આધેડ ખેડૂતે થોડા દિવસો પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક મહિલા તેમજ મુકેશભાઈ આલ, રામાભાઇ, જીલાભાઈ ભરવાડ, મનીષભાઈ ગારીયા, પાંચાભાઇ કોળી, કરણ વરૂ ઉર્ફે કેક તથા દેવાંગ વેલાણી ઉર્ફે પી.ડી. કોળી સામે હનીટ્રેપની ફરિયાદ કરી હતી જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તેઓને ખેતી કામ માટે ખેત મજૂરની જરૂર હતી. જેથી ફરિયાદી આરોપી પાંચાભાઇ કોળીને ઓળખતા હોય તેને મજૂર માટેની વાત કરી હતી. ત્યાર બાદ તેના મારફતે ખુશી નામની મહિલાનો સંપર્ક થયો હતો. જો કે, તેની પાસે આધાર પુરાવા ન હોય ફરિયાદીએ તેને કામે રાખી ન હતી. ત્યાર બાદ ખુશીએ ફોનથી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો અને તેને કામની ખુબજ જરૂર છે તેવું કહ્યું હતું. બાદમાં તે મહિલાને મોરબીના ઉમિયા સર્કલથી ફરિયાદી તેને વાડીએ લઈ ગયા હતા. ત્યારે વાડીએ પહોંચીને તે મહિલાએ પોતાના કપડાં કાઢીને ફરિયાદીને બથ ભરી લીધી હતી. તેવામાં બીજા આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તેમજ મહિલાના ફોટા અને વીડીયા બનાવી લીધા હતા. જેને વાયરલ કરવાની ધમકી આપી હતી અને બળાત્કાર તેમજ છેડતીના કેસમાં ફિટ કરી દેવાની ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ ફરિયાદી પાસેથી 1.14 કરોડ રૂપિયાની માંગણી કરી હતી જો કે, ફરિયાદીએ આરોપીઓને સમયાંતરે 4 સોનાના બિસ્કીટ તેમજ અઢી તોલાનો સોનાનો ચેન, 1 લાખ રોકડા રૂપિયા આમ કુલ મળીને 53,50,000 નો મુદામાલ આરોપીને આપ્યો હતો તો પણ બાકીના રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી હતી. અને ફરિયાદીનું અપહરણ કરીને તેને ગોંધી રાખીને ધાક ધમકીઓ આપવામાં આવી હતી જેથી આધેડે એક મહિલા સહિત કુલ 8 લોકોની સામે હનીટ્રેપની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં પહેલા પોલીસે આરોપી જીલુભાઇ વિહાભાઈ પરસાડીયા, મુકેશભાઈ મફાભાઈ આલ, કરણભાઈ દેવરાજભાઈ વરુ, પાંચાભાઇ કાનજીભાઈ માણસુરીયા અને દેવાંગભાઈ હરજીભાઈ વેલાણીની ધરપકડ કરેલ હતી અને તેઓની પાસેથી ચાર સોનાના બિસ્કીટ, એક સોનાનો ચેન અને ગુનાના કામે વપરાયેલ બે સ્વીફ્ટ ગાડી કબજે કરવામાં આવી હતી. હાલમાં આ ગુનામાં પીએસઆઇ જે.સી.ગોહિલ અને તેના સ્ટાફ દ્વારા આરોપી રમેશ ઉર્ફે રામ મેરાભાઈ હાડગડા (29) રહે. નાગલપર બોટાદ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને હજુ આ ગુનામાં એક મહિલા સહિત કુલ બે આરોપીને પકડવાના બાકી છે.
















Latest News