મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં વીજ કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયર પાથરવાના કામ સમયે માથામાં પ્લેટ વાગતા ઇજા પામેલા યુવાનનું મોત


SHARE







મોરબીમાં વીજ કંપનીના અંડર ગ્રાઉન્ડ વાયર પાથરવાના કામ સમયે માથામાં પ્લેટ વાગતા ઇજા પામેલા યુવાનનું મોત

મોરબીના ઘુનડા રોડ ઉપર ગ્રીન સિટી એપાર્ટમેન્ટ પાસે વીજ કંપનીના વાયરને અંડર ગ્રાઉન્ડ પાથરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન ત્યાં મજૂરી કામ કરતા મજૂરના માથામાં પ્લેટ વાગવાના કારણે યુવાનને ગંભીર ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર ગામ નજીક આવેલ પાવર હાઉસ પાસે રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ મલસીંગ ડામોર (19) નામનો યુવાન ઘુનડા રોડ ઉપર ગ્રીન સિટી એપાર્ટમેન્ટ પાસે કામ દરમિયાન યુવાનને માથામાં પ્લેટ વાગવાના કારણે માથામાં ગંભીર ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી. જેથી તેઓની પાસેથી મળતી માહિતી મુજબ જે જગ્યાએ બનાવ બનેલ છે ત્યાં અંડર ગ્રાઉન્ડ કેબલ વાયર પાથરવા માટેનું કામ ચાલુ હતું અને ત્યાં યુવાન કામ કરી રહ્યો હતો ત્યારે માથામાં પ્લેટ વાગવાના કારણે યુવાનને ગંભીર ઇજા થઈ હતી અને તેનું સારવારમાં મોત નીપજયું છે

બાઇક સ્લીપ

વાંકાનેરના વઘાસિયા ગામે રહેતા રમેશભાઈ ધુળાભાઈ ઉઘરેજા (37) નામના યુવાનનું ગામમાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભોળાભાઈ ભગવાનજીભાઈ કોળી (42) નામના યુવાનને મોરબીમાં સિવિલ હોસ્પિટલના ગેટ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News