મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ખાતે ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઇ


SHARE







મોરબી ખાતે ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઇ

મોરબી આઈસસ્ટોક સ્પોર્ટ્સ એસો. દ્વારા ગત તા. 27 અને 28 ડિસેમ્બર 2025 ના રોજ મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાત સ્ટેટ આઈસસ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચેમ્પિયનશિપમાં ગુજરાતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 80 જેટલા રમતવીરોએ U-16, U-19, U-23 અને ઓપન એજ ગ્રુપ જેવી વિવિધ કેટેગરીમાં પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું. અને સ્પર્ધાના અંતે આયોજિત મેડલ સેરેમનીનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વિજેતા ખેલાડીઓને કાર્યક્રમના મુખ્ય અતિથિ ભરતભાઈ અમૃતીયા તેમજ જયેશભાઈ ગામી, પરેશભાઈ પારીયા, વિકાશકુમાર વર્મા, રવિરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાણા સહિતનાઓ દ્વારા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી વિજેતા બનેલા તમામ ખેલાડીઓ હવે આગામી તા 23 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગ ખાતે યોજાનારી 'આઈસસ્ટોક સ્પોર્ટ્સ વિન્ટર નેશનલ ચેમ્પિયનશિપ' માં ગુજરાત વતી રમવા જશે. જેથી તે તમામ વિદ્યાર્થીઓને મહાનુભાવો તેમજ શાળાના સંચાલકોએ શુભકામનાઓ પાઠવી હતી.






Latest News