મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો


SHARE







મોરબીમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજનાના સેન્ટર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યકમ યોજાયો

મોરબીના રવાપર રીડે આવેલ ઘનશ્યામ માર્કેટમાં મુખ્યમંત્રી ભવિષ્ય કૌશલ વિકાસ યોજના હેઠળ સેન્ટર ચાલે છે ત્યાં 31 ડિસેમ્બરની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવેલ હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતાં પાત્રો જેવા કે, રાણી લક્ષ્મીબાઈ, રાણી પદ્માવતી, કાશી, અર્જુન, ભગવાન પરશુરામ, ગૃહિણી જેવા અલગ અલગ પાત્રો ભજવ્યા અને જ્ઞાન સાથે ગમ્મતનું આયોજન કરવામાં આવ્યું હતુ.

આ કાર્યક્રમમા અતિથિવિશેષ તરીકે જયશ્રીબેન વાઘેલા, આરતીબેન રત્નાણી, અને હેતલબેન જોષી ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ સેન્ટર સ્ટાફ પૂનમબેન, ચાંદનીબેન,ભવ્યભાઈ અને ભગિરથભાઈ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં અંદાજે 30 થી 40 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેન્ટર મેનેજર કપિલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલમાં સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે ફ્રી માં નર્સિંગની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને ભવિષ્યમાં નવા અલગ અલગ કોર્ષિસ આવવાના છે તો વહેલા તે પહેલાના ધોરણે સેન્ટરની મુલાકાત લેવાનું જણાવવામાં આવે છે.






Latest News