મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વેપારી યુવાને વ્હોટ્સ એપમાં આવેલ એપીકે ફાઈલ ઓપન કરતાની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા સાફ


SHARE







મોરબીમાં વેપારી યુવાને વ્હોટ્સ એપમાં આવેલ એપીકે ફાઈલ ઓપન કરતાની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 2 લાખ રૂપિયા સાફ

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શિવાલય વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી યુવાનના મોબાઈલ ફોન ઉપર આરટીઓ ચલણના નામે એપીકે ફાઇલ આવી હતી જે મેસેજ ખોલતાની સાથે જ તેનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા અન્ય જુદીજુદી ચાર બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા જેથી કરીને હાલમાં જુદી જુદી બેંકના ચાર એકાઉન્ટના ધારકો સામે ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના એસપી રોડ પર આવેલ યદુનંદન ચાર શિવાલય વાટીકા એપાર્ટમેન્ટના બ્લોક નંબર 201 માં રહેતા અશ્વિનભાઈ ગોવિંદભાઈ શેરસીયા (44) એ હાલમાં કોટક મહિન્દ્રા બેન્ક, એનએસડીએલ પેમેન્ટસા બેંક, આઇડીબીઆઇ બેન્ક અને પંજાબ @ સિંધ બેન્ક ના જુદા જુદા ચાર બેન્ક એકાઉન્ટના ધારકો સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેના મોબાઈલ ફોન ઉપર વ્હોટ્સ એપમાં આરટીઓ ચલણ એપીકે ફાઇલનો મેસેજ આવ્યો હતો જે ઓપન કરતાની સાથે જ ફરિયાદીનો મોબાઇલ ફોન હેક થઈ ગયો હતો અને ત્યારબાદ તેના એચડીએફસી બેંકના એકાઉન્ટમાંથી બે લાખ રૂપિયા જુદી જુદી બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા અને યુવાનની સાથે ઠગાઈ કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા 

મોરબીના જેતપર રોડ ઉપર પાવરીયાળી પાસે બાઈકને અજાણી રીક્ષાના ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા સંજય જગદીશભાઈ સોલંકી (19) નામના યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક દાઝી ગયો

મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પાસે આવેલ વેટિકન સીરામીક કારખાના ક્વાર્ટરમાં રહેતા પરિવારનો ચાર વર્ષનો બાળક આશિષ રાધેશ્યામ કોઈ કારણોસર ગરમ પાણીમાં દાઝી જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News