વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાંથી કારની ચોરી


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાંથી કારની ચોરી

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાં બાલાજી હાઇટ્સમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે ખુલ્લા પાર્કિંગમાં તેની કાર પાર્ક કરી હતી જે અલ્ટો કારને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાનો દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મોરબી નજીકના જેતપર ગામના રહેવાસી અને હાલમાં મહેન્દ્રનગર ગામે તુલસી પાર્કમાં આવેલ બાલાજી હાઈટમાં ત્રીજા માળે રહેતા મુકેશભાઈ ખોડાભાઈ દેગામા જાતે કોળી (ઉંમર ૩૩) એ પોતાના ઘર પાસે આવેલ ખુલ્લા પાર્કિંગમાં તેની અલ્ટો કાર નંબર જીજે ૩૬ એલ ૫૭૫૪ પાર્ક કરીને મૂકી હતી જે કારને કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને એક લાખ રૂપિયાની કિંમતની કારની ચોરી થઇ હોવાની મુકેશભાઈ દેગામાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે




Latest News