ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

પોલિસની ધાક જ નહીં ? : મોરબીમાં મિત્રએ લીધેલ રૂપિયા પાછા આપવા માટેની જવાબદારી લેનારા યુવાનને ચાર શખ્સોએ છરી-ધારિયા વડે માર માર્યો


SHARE











પોલિસની ધાક જ નહીં ? : મોરબીમાં મિત્રએ લીધેલ રૂપિયા પાછા આપવા માટેની જવાબદારી લેનારા યુવાનને ચાર શખ્સોએ છરી-ધારિયા વડે માર માર્યો

મોરબીના વજેપર વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા યુવાને તેના મિત્રને એક વ્યક્તિ પાસેથી પૈસા લેવડાવ્યા હતા જેની જવાબદારી તે યુવાને લીધી હતી અને તેનો મિત્ર પૈસા આપનારને પાછા પૈસા આપતો ન હતો. જે બાબતણો ખાર રાખીને વચ્ચે રહેલા યુવાનને મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં-11 પાસે લઈ ગયા હતા અને ત્યાં બોલાચાલી ઝઘડો કરીને યુવાનને માથાના ભાગે ડાબી બાજુએ તથા ડાબા કાન પાસે છરી વડે અને હાથમાં ધારિયા વડે મારમારીને ઇજા કરાઇ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


મોરબીના વજેપર વિસ્તારમાં નર્મદા હોલ પાસે રહેતા સાહિલ ઈશાકભાઈ દલવાણી (20) નામના યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સમીર ઉર્ફે ધમો ઈબ્રાહીમભાઇ લંજા, તોફિક ઈબ્રાહીમભાઇ લંજા રહે. બંને મોરબી તથા સમીર અને તોફિક સાથે આવેલ બે અજાણ્યા શખ્સ આમ કુલ મળીને 4 સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી સમીર પાસેથી ત્રણેક વર્ષ પહેલા સાહેદ નૈતિક લોહાણાએ રૂપિયા લીધેલ હતા જેની જવાબદારી ફરિયાદીએ લીધેલ હતી જો કે, નૈતિક આરોપી સમીર લંજા ને પૈસા આપતો ન હતો જે બાબતનો ખાર રાખીને ફરિયાદ તેના કાકાની દુકાને રામ ચોક પાસે હતો ત્યારે સમીર અને તેની સાથે અજાણ્યા શખ્સ ત્યાં આવ્યા હતા  અને ફરિયાદીને લાતી પ્લોટ શેરી નંબર 11 માં વાતચીત કરવા માટે લઈ જઈને ત્યાં તોફિક અને તેની સાથે એક અજાણ્યો શખ્સ આવ્યા હતા અને તે ચારેય શખ્સોએ ફરિયાદીની સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારે સમીરે છરી વડે ફરિયાદીને માથામાં ડાબી બાજુએ તથા ડાબા કાનમાં ઈજા કરી હતી જ્યારે તોફિકે ધારિયા વડે ફરિયાદીને બંને હાથમાં મારમારીને ઇજા કરી હતી અને સમીરે ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.જોકે જીલ્લામાં બન્તા આવા ગંભીર બનાવો જીલ્લામાં પોલિસની ધાક ઓસરી રહી હોવાની ચાડી ખાય છે.
યુવાન સારવારમાં
હળવદના આનંદપાર્ક વિસ્તારમાં રહેતો આલોક વિનોદભાઈ અગોલા નામનો ૨૧ વર્ષનો યુવાન બાઇક લઈને કામે જતો હતો ત્યારે રસ્તામાં તે બાઈક સહિત નીચે પડી જતા ઈજા પામતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી-વાંકાનેર હાઇવે સરતાનપર રોડ જોન્સન સિરામિક નજીક બેલા (પથ્થર) ની ખાણમાં વીસેક ફૂટ ઊંચાઈએથી નીચે પડી જતા સોનુભાઈ બ્રિજેશભાઈ બિંદ (૨૬) નામના યુવાનને ૧૦૮ વડે સારવાર માટેની સિવિલે ખસેડાયો હતો.
વાહન અકસ્માત
વાંકાનેરના અમરસર ફાટક ખોડીયાર સોસાયટી પાસે ટુ-વ્હીલર અકસ્માતના બનાવમાં અર્જુન પ્રકાશભાઇ ગોસ્વામી (૨૦) રહે.જેપુર તથા અજય મુકેશભાઈ સોલંકી (૧૪) રહે.જેપુર ને અહિંની સરકારી હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ અમરેલી ગામ પાસે ટ્રક પલ્ટી મારી જતા માથા અને મોઢાના ભાગમાં ઇજા પામેલ હાલતમાં ભરતભાઇ ગોવિંદભાઈ ગોહિલ (૩૫) રહે.નવલખી માળીયા જી.મોરબીને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.તેમ પોલીસે જણાવેલ છે






Latest News