મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં રહેતા યુવાનના અશ્લીલ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બે શખ્સોએ કરી 5 લાખની માંગણી !


SHARE







હળવદમાં રહેતા યુવાનના અશ્લીલ ફોટો-વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને 5 લાખની બે શખ્સોએ કરી માંગણી

હળવદમાં ધાંગધ્રા દરવાજાની અંદર આવેલ રાવલ ફળી પાસે વજેરી વાસમાં રહેતા યુવાનના ભાઈને ફોન કરીને પાંચ લાખ રૂપિયા આપો નહીંતર તારા નાના ભાઈના અશ્લીલ ફોટો અને વિડીયો મારી પાસે છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું અને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

હળવદમાં ધાંગધ્રા દરવાજાની અંદર રાવલ ફળી પાસે વજેરીવાસમાં રહેતા ફિરોજભાઈ યુનુસભાઈ સંધિ (30) એ હાલમાં અનશભાઈ સંધિ અને હાજી સલીમભાઈ સંધિ રહે.બંને ધાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ હતું કે, આરોપીઓએ ફરિયાદીના ભાઈ સાહે માજીદભાઈને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, પાંચ લાખ રૂપિયા આપો નહીંતર તારા નાના ભાઈ ફિરોજભાઈના અશ્લીલ ફોટો અને વિડિયો મારી પાસે છે જેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેશું અને રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

યુવાન દવા પી ગયો

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો દિનેશ લક્ષ્મણભાઈ સોલંકી (35) નામનો યુવાન રાત્રિના સમયે દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના ત્રાજપર પાસે આવેલ યોગીનગર વિસ્તારમાં રહેતો સાર્દુલ મોહનભાઈ ફાંગલીયા (36) નામનો યુવાન હળવદ ઘૂટું રોડ ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News