મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ


SHARE











મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સાયબર ક્રાઇમના જુદાજુદા બે ગુનામાં બે સગાભાઈની ધરપકડ

છેલ્લા ઘણા સમયથી યેનકેન પ્રકારે લોકોની સાથે સાયબર ફ્રોડ કે છેતરપિંડી કરવામાં આવે છે અને તે રૂપિયાને સિન્ડિકેટ બનાવીને સગેવગે કરવામાં આવતા હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા ધડોધડ ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરી રહી છે તેવામાં મોરબીના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ બે ગુના નોંધાયેલ હતા જે જુદાજુદા ગુનામાં હાલમાં બે સગાભાઈને પકડવામાં આવેલ છે અને તે બંનેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વધુ સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયો હતો જેમાં મોરબીમાં આવેલ અનંતનગર શેરી નં. 2 માં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સે સાયબર ફ્રોડ કે છેતરપિંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા માટે થઈને મોરબીમાં રહેતા ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયા નામના શખ્સના નામે જે.ડી.એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખોલાવી હતી અને તે પેઢીના બેન્ક એકાઉન્ટમાં તથા સેવિંગ એકાઉન્ટમાં સમયાંતરે કુલ મળીને 92,88,802 રૂપિયા જમા કરાવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ ધારકને કમિશનની લાલચ આપીને તેની પાસેથી તમામ ડોક્યુમેન્ટ અને બેંકની કીટ મેળવી લીધ હતી અને દિવ્યરાજસિંહ જાડેજાએ પોતાની પાસે રાખી હતી અને સાયબર ફ્રોડ કે પછી છેતરપિંડીથી મેળવેલા નાણા ચેક અથવા એટીએમથી વિડ્રો કર્યા હતા અને તેને સગેવગે કર્યા છે જે ગુનામાં પહેલા પોલીસે આરોપી ઈસ્માઈલભાઈ હુસેનભાઇ કટિયાની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં તપાસનીસ અધિકારી પી.એસ.આઇ. એમ.આર. સિંધવ અને તેની ટીમે દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (25) રહે. અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જ્યારે થોડા સમય પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વર્સ વિરેન્દ્રસિંહ ધામા, આયુષરાજસિંહ જાડેજા તેમજ દિવ્યરાજસિંહ જાડેજા રહે. બંને મોરબી વાળા સામે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ હતી જેમાં જણાવ્યુ હતું કે, ત્રણેય આરોપીઓએ લાગતા વળગતા સાથે સાયબર ફ્રોડ કરવા માટે સિન્ડિકેટ બનાવી હતી અને સંગઠિત અપરાધ કરવા ગુનાહિત કાવતરું કર્યું હતું અને અલગ અલગ રાજ્યના જુદા જુદા વ્યક્તિઓ પાસેથી વિશ્વાસઘાત કે છેતરપિંડી કરીને સાયબર ફ્રોડ કરીને મેળવેલ રકમ સગેવગે કરી હતી. જેમાં વર્સ ધામાના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડથી રકમ આવી હતી તેને ચેક તથા એટીએમથી વિડ્રો કરવામાં આવી હતી જે ગુનામાં પહેલા પોલીસે આરોપી વર્સ વિરેન્દ્રસિંહ ધામા રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ હતી ત્યાર બાદ હવે આ ગુનામાં આરોપી આયુષરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (21) તેમજ દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (25) રહે. બંને અનંતનગર ઉમા ટાઉનશીપ પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે બંને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.






Latest News