​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ


SHARE













માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ

સુરેન્દ્રનગરના સાયલાના દિલસાનબેન ભાડુલા પરિવાર સાથે દરગાહે દર્શન કરવા માટે ગયા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો: પરિવારમાં શોક છવાયો: પુત્ર સિકંદર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોરબી જિલ્લાના માળીયા મી. નજીક ભીમસર ચોકડી પાસે ગઇકાલે રાત્રે દોઢ વાગ્યા આસપાસ અકસ્માત સર્જાયો હતો જેમાં પુત્રની નજર સામે જ માતાનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ દિલસાનબેન સલીમભાઇ ભાડુલા (ખાટકી) તેમના પતિ સલીમભાઇ અને પુત્ર સિકંદર એમ પરિવારના બધા સભ્યો ચીરઇ ગામે દરગાહએ દર્શન કરવા માટે જતા હતા.

દરમ્યાન માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા આઇસર ચાલકે માતા-પુત્રને ઠોકરે લેતા આઇસરના વ્હીલ દિલસાનબેન (ઉ.વ. 36) ઉપર ફરી વળ્યા હતા. જેથી ઘટના સ્થળે તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે પુત્ર સિકંદર (ઉ.વ. 17) ને ઇજા થતાં પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે. અકસ્માતના પગલે સાયલાના ખાટકી પરિવારમાં શોક છવાયો હતો.માળીયા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી






Latest News