મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો


SHARE







હળવદના બસ સ્ટેશનમાં ઉભેલા યુવાન સહિત બે વ્યક્તિ ઉપર જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ પાઇપ વડે કર્યો હુમલો

હળવદના બસ સ્ટેશનમાં યુવાન અમદાવાદની બસની રાહ જોઈને ઉભો હતો દરમિયાન અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેના ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે યુવાન તથા તેની સાથે રહેલ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમારીને ઇજાઓ કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદમાં આવેલ આંબેડકરનગર -1 માં રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (39)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશભાઈ મૂળજીભાઈ પરમાર, જયેશ કાળુભાઈ પરમાર અને મયુર રમેશભાઈ પરમાર રહે. બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, ગત તા. 15/12 ના રોજ બપોરે પોણા એક વાગ્યાના અરસામાં ફરિયાદી અમદાવાદની બસની રાહ જોઈને હળવદના બસ સ્ટેશનમાં ઉભા હતા ત્યારે ફરિયાદીને આરોપીના કૌટુંબિક ભાઈઓ સાથે એક મહિના પહેલા ઝઘડો થયો હતો જે બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ ત્યાં આવીને માથાકૂટ કરી હતી ત્યારે જયેશ પરમારે લોખંડના પાઇપ વડે ફરિયાદીને ડાબા હાથના ભાગે માર મારીને ફ્રેક્ચર જેવી ઇજા કરી હતી જ્યારે સાહે દેવજીભાઈને મયુર પરમારે ડાબા હાથમાં તથા પીઠના ભાગે મારમારીને ઈજા કરી હતી અને બંને વ્યક્તિઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે.

વરલી જુગાર

મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રેલવે ફાટક પાસે વરલી જુગારની રેડ કરી હતી તેને સ્થળ ઉપરથી રોહિતભાઈ જીતેશભાઈ કાંજીયા (25) રહે. માધાપર શેરી નં-1 મોરબી વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવેલ હતો જેથી પોલીસે 200 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને બી ડિવિઝનમાં ગુનો નોંધાયો છે




Latest News