મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો


SHARE







વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો

વાંકાનેર તાલુકાનાં સરતાનપર રોડ પર આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 29 બોટલ અને 144 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે રૂપિયા 62,780 નો દારૂનો જથ્થો કબ્જે કરીને પોલીસે એક આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ અને 144 બીયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ, બીયર અને મોબાઈલ મળીને કુલ 62,780 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી રાકેશ માનીકચંદ યાદવ રહે. કમાન્ડર કારખાનાની લેબર કોલોનીમાં વાંકાનેર મૂળ રહે. યુપી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી દારૂનો જથ્થો આપનાર આરોપી પ્રવીણ શીવાભાઈ જોગરાજીયા અને તપાસમાં જેના નામ ખૂલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News