મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ


SHARE







મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ
મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીનાં હસ્તે શહીદશ્રીનાં પત્નીને ૧ લાખનો ચેક અર્પણ કરાયો
મોરબી જિલ્લાના વતની શહીદ ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા.તેઓ ચાલુ ફરજ દરમિયાન તા.૯-૧૨ ના રોજ શહીદ થતાં આ દુઃખદ ઘટનાને પગલે શહીદના પરિવારજનોને આર્થિક સહયોગ મળી રહે તે હેતુસર મોરબી જિલ્લા પંચાયત દ્વારા શ્રમ અને રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીના હસ્તે રૂપિયા એક લાખ રૂપિયાની સહાય મંજૂર કરી શહિદના પત્ની પરમાર સંગિતાબેન ગણેશભાઇને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. 

આ આ દુઃખદ ઘટનાથી  સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. દેશ-સેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ઉપપ્રમુખ હિરાભાઈ ટમારીયા, કારોબારી ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવી તથા તમામ જિલ્લા પંચાયત સદસ્યઓએ શહીદના બલિદાનને નમન કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તેમજ જણાવ્યું હતું કે, શહીદ ગણેશભાઈ પરમારનું બલિદાન હંમેશા યાદગાર રહેશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.




Latest News