મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ
Breaking news
Morbi Today

ટંકારા બાર એસોના પ્રમુખ-ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે વરણી 


SHARE





ટંકારા બાર એસોના પ્રમુખ-ઉપપ્રમુખ અને સેક્રેટરીની સર્વાનુમતે વરણી

ટંકારા કોટ કાર્યરત થઈ ત્યારથી અત્યાર સુધી બાર એસોસીએશન દ્વારા ચુંટણી યોજાઈ નથી નવા હોદ્દેદારોને અભિનંદન પાઠવતા વકિલ બંધુ 

ટંકારા બાર એસોના પ્રમુખ, ઉપપ્રમુખ અને સેક્રેટરીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી જેમા યુવા એડવોકેટ પિયુષ ભટાસણાને પ્રમુખ પદ માટે અને વરિષ્ઠ એડ.આર.જી.ભાગીયાની સેકેટરી તરીકે તેમજ કાનૂની જાગુતી માટે જહેમત ઉઠાવતા મુકેશભાઈ બારૈયાની ઉપ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોને ટંકારા બાર એસો.ના તમામ સભ્યોએ શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા ત્યારે હોદ્દેદારોએ પણ એડવોકેટ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે નવી ટીમ હમેશા કાર્યરત રહેશે તેવી ખાતરી આપી હતી.

આ તકે પંથકના જાણતા ધારાશાસ્ત્રી સંજય ભાગિયા, અલ્પેશભાઈ દલસાણિયા, અમિતભાઈ જાની, હિરેનભાઈ નિમાવત, અરવિંદભાઈ છત્રોલા, હિતેષભાઈ ભોરણિયા, અતુલભાઈ ત્રિવેદી, બી.વી.હાલા, પરેશભાઈ ઉજરીયા, ધવલભાઈ ગાંધી, અમિત ભટાસણા, કાનજી દેવડા, નિલેશ ભાગિયા, બિપીન સોલંકી, કલ્પેશ સેજપાલ, જ્યોતિબેન દુબરીયા, કિષ્નાબેન પટેલ હાજર રહ્યા હતા. જ્યારે રવિ લો અને રાહુલ ડાંગર કોઈ કારણે હાજર ન હોવાથી ટેલીફોનિક શુભેચ્છા પાઠવી હતી.




Latest News