મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનને બિરલા કલરની એજન્સી આપવાનું કહીને 3.68 લાખની ઠગાઇ


SHARE







મોરબીના યુવાનને બિરલા કલરની એજન્સી આપવાનું કહીને 3.68 લાખની ઠગાઇ

મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાનને બિરલા કલરની એજન્સી આપવાની લાલચ આપવામાં આવી હતી ત્યારબાદ તેની સાથે વિશ્વાસઘાત કરવામાં આવેલ છે અને યુવાન પાસેથી 3,68,500 મેળવી લીધા બાદ તેને બિરલા કલરની એજન્સી આપવામાં આવેલ નથી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના વાવડી રોડ પર આવેલ ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ રતિલાલ કંઝારીયા (33)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને 2 મોબાઈલ નંબરના ધારક, 2 બેન્ક એકાઉન્ટના ધારક તથા 1 ઈમેલ એડ્રેસના ધારક અને તપાસમાં જેના નામ ખુલે તેની સામે હાલમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીઓએ ફરિયાદીનો મોબાઈલ ફોન અને ઇમેલથી સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ફરિયાદી યુવાનને વિશ્વાસમાં લઈને તેને બિરલા કલરની એજન્સી આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવીને કુલ મળીને 3,68,500 રૂપિયા આરોપીઓએ મેળવી લીધા હતા અને ત્યારબાદ યુવાનને બિરલા કલરની એજન્સી આપવામાં આવેલ નથી અને તેની સાથે ઠગાઇ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાનને નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે અને આ ગુનાની તપાસ ડિવિઝનના પીઆઇ આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે.






Latest News