મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના શક્તિનગર પાસે જનાવર આડું આવતા રોડ સાઇડમાં ઉતારી ગયેલ કાર ઝાડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા


SHARE







હળવદના શક્તિનગર પાસે જનાવર આડું આવતા રોડ સાઇડમાં ઉતારી ગયેલ કાર ઝાડ સાથે અથડાતાં એક યુવાનનું મોત: એકને ઇજા

હળવદના શક્તિનગર (સુખપર) ગામ પાસે ધાંગધ્રા હાઈવે રોડ ઉપર કારની આડે અચાનક જનાવર આવી જવાના કારણે કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી અને ત્યાં લીમડાના ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં કાર ચાલક સહિત બે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં કારના ચાલકનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ઇજા પામેલા વ્યક્તિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોટી રવ ગામે રહેતા મયુરભાઈ ભાનુશંકર જોશી (34) નામનો યુવાન પોતાની અલ્ટો ગાડી નંબર એમએચ 5 સીવી 9718 લઈને હળવદ ધાંગધ્રા હાઇવે રોડ ઉપર આવેલ શક્તિનગર (સુપર) ગામ પાસે સીએનજીના પંપ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેની કારની આડે જનાવર આવી જવાના કારણે યુવાનની કાર રોડ સાઈડમાં નીચેના ભાગમાં ઉતરી ગઈ હતી અને ત્યાં લીમડાના ઝાડ સાથે કાર અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં કાર ચાલક મયુરભાઈ જોશીને પેટમાં અને નાકના ભાગે ગંભીર ઇજા થઈ હતી તેમજ કારમાં તેની સાથે બેઠેલ જયેશભાઈ રાવલને ડાબા પગની પેનીમાં તથા ડાબા પડખાના ભાગે ફેક્ર જેવી ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન મયુરભાઈ જોશીનું મોત નીપજ્યું હતું જે બનાવની જયેશભાઈ રાવલ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

મોરબી કાલિકા પ્લોટ શેરી નં-2 માં રહેતો તનવીર અબ્દુલ ડોસાણી (18) નામના યુવાને પોતે પોતાની જાતે હાથ ઉપર તીક્ષ્ણ વસ્તુ વડે ચેકા મારી લેતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મૂળ મુંબઈના રહેવાસી પ્રવીણભાઈ હળવદિયાનો 8 વર્ષનો દીકરો પિયુષ ચરાડવા ગામે રાજનગરમાં હનુમાન ચોક પાસે હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેની સાયકલને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News