મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા પાસે ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ


SHARE







માળીયા (મી)ના ચાચાવદરડા ગામના પાટિયા પાસે ચાર પદયાત્રીઓને કચડી નાખનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ

માળીયા જામનગર હાઇવે રોડ પર આવેલ શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જતા વાવ-થરાદ જિલ્લાના પદયાત્રીઓ પસાર થઈ રહ્યા હતા દરમિયાન ટ્રક કન્ટેનરના ચાલકે પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા જે પૈકીના ચાર પદયાત્રીઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે ઈજા પામેલ પદયાત્રીએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઇ સગથાભાઈ ચૌધરી (51)એ નંબર જીજે 12 બીવી 9649 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધી પદયાત્રામાં નીકળ્યા હતા અને 11 પદયાત્રીઓ તથા વાહનમાં 2 આમ કુલ 13 વ્યક્તિઓ દ્વારકા સુધી જઈ રહ્યા હતા દરમિયાન મોરબી જિલ્લામાં માળિયા જામનગર હાઇવે રોડ ઉપર આવેલ ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી તેઓ પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (28), અમરાભાઇ લાલજીભાઈ ચૌધરી (62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (68) રહે. બધા નવા દિયોદર વાળાને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જો કે, ફરિયાદીને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ આ બનાવ સંદર્ભે આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અકસ્માત સર્જીને સ્થળ ઉપરથી નાસી છૂટેલા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News