​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામે યુવાન, તેના દાદી અને કાકા ઉપર છરી-ધારિયા વડે હુમલો: મોટા બાપુ સહિત પાંચ સામે ફરિયાદ


SHARE













માળીયા (મી)ના કાજરડા ગામે યુવાન, તેના દાદી અને કાકા ઉપર છરી-ધારિયા વડે હુમલો: મોટા બાપુ સહિત પાંચ સામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યુવાન તેના દાદી અને કાકા ઉપર યુવાનના મોટા બાપુ અને તેના પરિવારજનો દ્વારા જૂના મનદુખનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે છરી, ધાર્યા અને ધોકા વડે માર મારવામાં આવતા યુવાન તેને દાદી અને કાકાને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે યુવાનના કાકાને રાજકોટ સુધી લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધરે પોલીસે હાલમાં યુવાનના મોટા બાપુ તથા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

માળીયા (મી)ના કાજરડા ગામે રહેતા અસગરભાઈ અલાઉદીનભાઈ બાબરીયા (24)એ હાલમાં સારબાઈ દોસમહમદ બાબરીયા, રેસમાબેન સુલતાનભાઈ જેડા, દોમહમદ જુસબભાઈ બાબરીયા, સલેમાન ઉર્ફે ડાડો દોસમહમદ બાબરીયા અને જાનમહમદ ઉર્ફે જાનુ દોસમહમદ બાબરીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીઓમાં તેના મોટા બાપુ તથા તેના ઘરના સભ્યો છે અને ફરિયાદીના કાકા આમદભાઈની દીકરીના લગ્ન ફરિયાદીના ફઈબા શેરબાનુબેન નુરમહમદભાઇ ભટીના દીકરા સિકદર સાથે થયેલ હતા અને બંને પતિ પત્ની વચ્ચે મનમેળ ન હોય આમદભાઈની દીકરી રિસામણે પિયર આવી જતા સિકંદરે બીજા લગ્ન કરી લીધા હતા જે બાબતે ફરિયાદીને તથા ફરિયાદીના કાકા હસણભાઇ તથા ફરિયાદિના ફઇને મનદુખ હતું અને તેઓ એકબીજા સાથે બોલતા ન હતા.

દરમ્યાન ફરિયાદીના ફઈબા તથા તેનો દીકરો સિકંદર કાજેડા ખાતે ઉર્સમાં આવ્યા હતા અને ફરિયાદીના ફઈબા ફરિયાદીના દાદી રહીમાબેન જુસબભાઈ બાબરીયાના ઘરે આવ્યા હતા ત્યારે સારબાઈ અને રેસમાબેને ફરિયાદીના દાદી સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને સારબાઈએ ફરિયાદીના દાદીને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા જ્યારે રેસમાંબેને ધોકા વડે તેઓને જમણી આંખ પાસે માર મારીને ઈજા કરી હતી.

તો ફરિયાદીને તેના મોટા બાપુ દોમહમદભાઈ એ પેટના ભાગે છરીના ઘા માર્યા હતા અને તેના કાકાને પેટના ભાગે છરીના ઘા મારીને ગંભીર ઈજા કરી હતી તથા વાસામાં બે ઘા મારીને જા કરવામાં આવી હતી જ્યારે જાનમહમદએ ધારીયા વડે ફરિયાદીના કાકા હસનભાઈને હાથની હથેળીના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઈજા પામેલ ફરિયાદી તથા તેના દાદી અને કાકાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારી પોલીસે તેના મોટા બાપુ સહિતના કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News