મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખાખરા પાસે પુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં બસ લઇને નીકળેલા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના ખાખરા પાસે પુલ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી હોવા છતાં બસ લઇને નીકળેલા ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના ખાખરા ગામ પાસે આવેલ આજી નદી ઉપરના પુલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે જેથી કરીને ત્યાં ભારે વાહનોની અવરજવર સદંતર બંધ કરવામાં આવી છે તેમ છતાં પણ ખાનગી બસ ચાલક પોતાની બસ લઇને ત્યાંથી પસાર થયેલ હોય કલેક્ટરના જાહેરનામાના ભંગના પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

ટંકારાથી ધ્રોલ તરફ જવાનો રસ્તા ઉપર આવેલ ખાખરા ગામ નજીક આજે નદી ઉપર પુલ આવેલો છે અને તે પુલ નું રીપેરીંગ કામ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું છે જોકે આ કામ શરૂ કરતા પહેલા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરીને ભારે વાહનોની અવરજવર ત્યાં બંધ કરવામાં આવી હતી તેમ છતાં પણ ત્યાંથી પસાર થતા હતા તેવામાં કલેક્ટરને જાહેરનામાની અમલવરી થતી નથી તેને લગતા સમાચારો આવ્યા પછી પોલીસ વિભાગ દ્વારા ત્યાં જાહેરનામાની અમલવારી શરૂ કરવામાં આવી હતી દરમિયાન શનિવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં બસ નંબર જીજે 36 ટી 9311 લઈને બસનો ચાલક તે પુલ ઉપરથી નીકળ્યો હતો અને તેને કલેક્ટરમાં જાહેરનામાની જાણ હોવા છતાં તેનો ભંગ કર્યો હતો જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બસના ચાલક સચિનભાઈ સંજયભાઈ અદગામા (25) રહે લાતી પ્લોટ શેરી નંબર 2 મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News