મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી પાસે જુગાર રમતા 4 અને વાંકાનેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા


SHARE







મોરબીના જૂની પીપળી પાસે જુગાર રમતા 4 અને વાંકાનેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા


મોરબીના જૂની પીપળી ગામે પાણીના ટાંકા પાસે બાવળીની કાંટમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જ્યારે વાંકાનેરમાં ખોજા ખાના શેરી આરબલતો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ મળી આવ્યા હતા.

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના પીપળી ગામે પાણીના ટાંકા પાસે બાવળીની કાંટમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને સ્થળ ઉપરથી પ્રેમજીભાઈ પુંજાભાઈ રાઠોડ 60 રહે. માનસ ધામ સોસાયટી, વિનોદભાઈ મનજીભાઈ ઉભડિયા 42 રહે. માનસ ધામ સોસાયટી, અમિતભાઈ મનુભાઈ પારઘી 38 રહે. જુના પીપળી અને જયંતીભાઈ પ્રેમજીભાઈ મકવાણા 56 રહે. જુના પીપળી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 8060 ની રોકડ સાથે ધરપકડ કરી હતી અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધાયો છે જ્યારે વાંકાનેરમાં ખોજા ખાના શેરી આરબલતો વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી અકબરભાઈ મુસાભાઈ માજોઠી 25 રહે. દિવાનપરા ચોક વાંકાનેર અને તોફિકશા નજીરશા રફાઈ 27 રહે. ખોજા ખાના શેરી વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2500 ની રોકડ સાથે બંનેની ધરપકડ કરી સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News