મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પાડોશમાં રહેતા શખ્સે ચોરી કરવા ઘરમાં ધૂસીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીકિને વૃધ્ધની કરી હત્યા


SHARE







મોરબીમાં પાડોશમાં રહેતા શખ્સે ચોરી કરવા ઘરમાં ધૂસીને બોથડ પદાર્થ-તિક્ષણ હથિયાર ઝીકિને વૃધ્ધની કરી હત્યા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા આધેડ ઘરે એકલા હતા ત્યારે ચોરી કરવા માટે તેના ઘરમાં તે જ સોસાયટીમાં રહેતો એક શખ્સ ચોરી કરવા માટે ઘૂસયો હતો અને ત્યારે ઘરમાં હાજર રહેલા આધેડને માથાના ભાગે બોથડ પદાર્થ અને શરીરે તીક્ષ્ણ હથિયાર વડે ઇજાઑ કરી હતી અને આધેડની હત્યા કરવામાં આવી હતી જે બનાવમાં હાલમાં મૃતકની દીકરીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીની સામેની આરાધના સોસાયટીમાં રહેતા દિનેશભાઇ અમૃતલાલભાઈ મહેતા (૭૬) તેમના ઘરે એકલા હતા અને તેના પત્ની તેમજ દીકરો પ્રસંગમાં ગોવા ગયો હતો અને દિનેશભાઈ મહેતા ઘરે એકલા હોય તેમના આસપાસના લોકોને તેઓનું ધ્યાન રાખવાનું કહ્યું હતું માટે તેઓના પાડોશી દિનેશભાઇના ઘરે ગુરુવારે સાંજે છએક વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે માથા અને શરીરના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં દિનેશભાઈ મહેતા તેમના ઘરમાંથી મળી આવ્યા હતા જેથી પાડોશી તેને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈને ગયા હતા જો કે, ડોકટરે  તેઓને મૃત જાહેર કર્યા હતા

હાલમાં મૃતક દિનેશભાઈ મહેતાની અમદાવાદમા પાલડી પાસે આવેલ આમ્રપલી  એપાર્ટમેન્ટમાં રહેતી દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને મોરબીની આરાધના સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા ઘરમાં એકલા હતા ત્યારે ચોરી કરવાના ઇરાદે કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ તેના ઘરમાં ગયો હતો પરંતુ ઘરમાં કોઈ દરદાગીના રાખેલા ન હતા જેથી કરીને આરોપીએ માથાના ભાડે તિક્ષણ હથિયાર અને બોથડ હથિયાર પદાર્થના ત્રણ ઘા માર્યા હતા તેમજ ગાળા, આંગળી અને જમણા પગે પણ માર માર્યો હતો જેથી ફરિયાદીના પિતા દિનેશભાઇ મહેતાનું મોત નીપજયું હતું હાલમાં મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે હત્યાની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News