વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

ટંકારાના મિતાણા પાસે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા આધેડને માથામાં ઇજા થતાં મોત


SHARE







ટંકારાના મિતાણા પાસે કારખાનામાં ચક્કર આવતા પડી ગયેલા આધેડને માથામાં ઇજા થતાં મોત

ટંકારા તાલુકાના મિતાણા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન ચક્કર આવતા પડી જવાથી આધેડને માથામાં ઇજા થઇ હતી અને તેઓને સારવાર માટે તાત્કાલીક રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મૃત્યુ નીપજયું હતું અને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન લલૂભાઈ તેરસીંગભાઈ ગણાવા (ઉંમર ૫૦) રહે. ગાયત્રીનગર સોસાયટી ટંકારા વાળાને ચક્કર આવતા તે પડી ગયા હતા જેથી કરીને તેઓને માથામાં ઇજા થઇ હોય તેમને રાજકોટ ખાતે તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે અંબારામભાઈ મોહનભાઈની વાડી રહેતા અને મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી કુવરસિંહ મોહનસિંહ ચમકા જાતે આદીવાસી (ઉ.૩૭) નું કોઈ બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News