વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત
Breaking news
Morbi Today

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી વેચવાનું કહીને યુપીના શખ્સે કરી 15.21 લાખની ઠગાઇ


SHARE







વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી વેચવાનું કહીને યુપીના શખ્સે કરી 15.21 લાખની ઠગાઇ

વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા યુવાનને જેસીબી મશીન વેચવાનું છે તેવું કહીને તેની પાસેથી 15 લાખ રૂપિયા જેસીબીના તેમજ 21 હજાર રૂપિયા કમિશનના આમ કુલ મળીને 15.21 લાખ રૂપિયા લઈ લેવામાં આવેલ હતા જો કે, યુવાનને જેસીબી મશીન આપવામાં આવ્યું ન હતું અને તેની સાથે ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કર્યો છે જેથી ભોગ બનેલ યુવાને હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરલે છે.

વાંકાનેરના પાંચદ્વારકા ગામમાં રહેતા ઝૂલ્ફીકારઅલી ઉસ્માનભાઈ બાદી (40)એ હાલમાં ભુપેન્દ્રભાઈ ઓમપ્રકાશ રહે. 59 કલ્યાણ માધ્યમિક સ્કૂલ રેવડી રેવડા મુરાદાનગર ગાજીયાબાદ ઉત્તરપ્રદેશ વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં અંજલી પ્લાઝામાં પટેલ અર્થ ખાતે આરોપીએ તેના કબજા વાળું જેસીબી નંબર યુટી 14 એનટી 8849 વેચવાનું છે તેવું કહ્યું હતું અને ત્યારબાદ ફરિયાદી પાસેથી 15 લાખ રૂપિયા જેસીબી મશીનના તેમજ દલાલીના 21 હજાર આમ કુલ મળીને 15.21 લાખ રૂપિયા લઇ લીધા હતા અને ફરિયાદીને જેસીબી વાહન આપવામાં આવ્યું ન હતું અને તેની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News