મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મતદાન તેમજ મત ગણતરી દિવસ ‘‘ડ્રાય ડે’’ જાહેર કરાયા


SHARE







મોરબીમાં મતદાન તેમજ મત ગણતરી દિવસ ‘‘ડ્રાય ડે’’ જાહેર કરાયા


મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીનું તા.૧૯-૧૨-૨૧ ના રોજ મતદાન થનાર છે.ચૂંટણી પંચની સ્થાયી સુચનાઓ અનુસાર ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે તે માટે દારૂ તથા નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આજુબાજુના વિસ્તારોમાંથી એક સ્થળેથી બીજા સ્થળે દારૂની ગેરકાયદેસર હેરાફેરી ન થઈ શકે તે માટે જરૂરી પગલા ભરવા મતદાન તેમજ મતગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરવા અંગે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે.
 

જાહેરનામાં અનુસાર મતદાનનો સમય પૂરો થવાના કલાકની સાથે પુરા થાય તે રીતે ૪૮ કલાકનો સમય એટલે કે, તા.૧૭-૧૨-૨૧ ના સાંજના ૬ કલાકથી તા.૧૯-૧૨-૨૧ સાંજના ૬ કલાક સુધી તેમજ મતગણતરીનો દિવસ એટલે કે, તા.૨૧-૧૨-૨૧ નો આખો દિવસ "ડ્રાય ડે" જાહેર કરવામાં આવ્યો છે.આ દિવસો દરમિયાન તમામ પરવાનેદાર વિદેશી દારૂની દુકાનો (એફ.એલ.-૧ અને એફ.એલ.-૨) તેમજ પોષ ડોડવાનું વેચાણ કરતી દુકાનો (પોપી-૨ એએ અને પોપી-૨) એ ‘‘ડ્રાય ડે’’ના દિવસોએ દારૂ કે પોષ ડોડવાનું વેચાણ નહીં કરવા તેમજ દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે.






Latest News