મોરબીમાંથી દારૂ ભરેલી કાર સાથે એક પકડાયો, 3.10 લાખનો મુદ્દામાલ કબજે: એકની શોધખોળ મોરબીના ભરતનગર ગામે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિઝીયોથેરાપી આરોગ્ય કેમ્પ યોજાયો મોરબીમાં નિવૃતિ પછી પણ પ્રવૃત્તિસીલ રહેતા શિક્ષક શાંતિલાલ પાડલિયા મોરબીમાં આજે રાતે અધ્યયન મંડળ દ્વારા બૌદ્ધિક સત્રનું આયોજન વાંકાનેર તાલુકામાં દારૂના ગુનામાં અવારનવાર પકડાયેલ પિતા-પુત્ર પાસા હેઠળ જેલ હવાલે વાંકાનેર નજીક કારખાનામાં શ્રમિકોને ગાળો આપીને ઝાપટો મારીને જાનથી મારી નાખવાની ધમકી: 3 સામે ફરિયાદ વાંકાનેરના સરતનપર રોડ ઉપર કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબીમાં માર્ગ સલામતી અંતર્ગત એસપી મુકેશ પટેલની હાજરીમાં યોજાઇ બાઇક રેલી
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ એસિડ પી ગયેલ યુવાનની તબિયત લથડતા રાજકોટ સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં અગાઉ એસિડ પી ગયેલ યુવાનની તબિયત લથડતા રાજકોટ સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વેજીટેબલ રોડ ઉપર રહેતા યુવાને અગાઉ દોઢ વર્ષ પહેલા એસિડ પી લીધું હતું ત્યારબાદ તેની અન્નનળીનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને તેની ઘરે સારવાર ચાલુ હતી તેવામાં ગઈકાલે તેની તબિયત લથડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

મોરબીના વેજીટેબલ રોડ ઉપર રહેતા રાજેશભાઈ મેરૂભાઈ ખેરાણીયા (33) નામના યુવાને દોઢ વર્ષ પહેલા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી લીધું હતું જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની બેકબોન હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં તેની અન્નનળીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેની ઘરે સારવાર ચાલુ હતી તેવામાં ગઈકાલે તેની તબિયત લથડતા યુવાનને તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક સ્લીપ

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો ઈકબાલ ઐયુબભાઈ માણેક (32) નામનો યુવાન બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાને કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ જવામાં આવેલ છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News