મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી મોરબીના સિરામિક ઉદ્યોગકારને આઈપીઓમાં રોકાણ કરવાની લાલચ આપીને 1.54 કરોડની ઠગાઈ
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ ચલાવનાર બે શખ્સની ધરપકડ: લૂંટના રૂપિયાથી લીધેલ કાર સહિતનો મુદામાલ કબ્જે


SHARE







હળવદમાં વેપારીની આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ ચલાવનાર બે શખ્સની ધરપકડ: લૂંટના રૂપિયાથી લીધેલ કાર સહિતનો મુદામાલ કબ્જે
 
હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી અને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાનો ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે લૂંટ કરેલ રૂપિયામાંથી 5,11,800 ની રોકડ તથા લૂંટના રૂપિયાથી લીધેલી કાર અને લૂંટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ ચોરી કરેલ બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓના રિમાન્ડ લેવા તજવીજ શરૂ કરી છે
 
મૂળ ટીકરના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલોઝ બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (44)એ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યું હતું કે, ગત તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક નંબર જીજે 36 એએમ 6142 ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા આ લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા જેથી વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી દરમિયાન પીઆઇ આર.ટી. વ્યાસ અને તેઓની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી રાહુલ ઉર્ફે પીંગરો વિજયભાઈ હળવદિયા રહે. વીસીપરા અમરેલી રોડ ફુલછાબ કોલોની મોરબી તથા કિશન મોતીભાઈ પરસાડીયા રહે. દલવાડી સર્કલ પાસે મચ્છોનગર હનુમાનજી મંદિર નજીક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તે બંને પાસેથી લૂંટમાં ગયેલ રોકડ પૈકી 5,11,800 ની રોકડ તેમજ લૂંટના રૂપિયાથી ખરીદી કરેલ આઈ 20 કાર નંબર જીજે 27 એએચ 2440 અને લૂંટના ગુનાને અંજામ આપવા માટે ઉપયોગમાં લીધેલ ચોરી કરેલ બાઈક નંબર જીજે 6 એઆર 2534 પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને હાલમાં પકડાયેલા બંને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે






Latest News