મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં વેપારીને આંતરીને આંખમાં મરચાની ભૂકકી છાંટીને લૂંટ કરનારા બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા અને યાર્ડમાં વેપાર કરતાં વેપારી રોકડા રૂપિયા થેલામાં ભરીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેને રસ્તામાં આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટીને રોકડા રૂપિયા ભરેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જેથી કરીને 6.90 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ભોગ બનેલ વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

મૂળ ટીકરના રહેવાસી અને હાલમાં હળવદમાં આવેલ રાણેકપર રોડ ઉપર આનંદ બંગલો બ્લોક નંબર 68 ખાતે રહેતા અને યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે વેપાર કરતાં વેપારી રજનીકાંત ભીખાભાઈ દેથરીયા (44)એ અજાણ્યા બે શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. 2 ના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં તેઓ યાર્ડ ખાતેથી થેલામાં રોકડા 6.90 લાખ રૂપિયા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રાણેકપર રોડ ઉપર આવેલ આનંદ બંગલો નજીક અજાણ્યા બે બુકાનીધારી શખ્સો દ્વારા તેને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટવામાં આવી હતી અને ત્યારબાદ તેના બાઈક નંબર જીજે 36 એએમ 6142 ઉપર રાખેલ થેલાની લૂંટ ચલાવવામાં આવી હતી જે થેલામાં 6.90 લાખ રૂપિયા રોકડા ભરેલ હતા આ લૂંટ કરીને આરોપીઓએ નાસી ગયા હતા જેથી ભોગ બનેલ વેપારી યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.




Latest News