મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૨૦ લાખના ખર્ચે દિઘલીયા-શેખરડી માર્ગનું નવીનીકરણ પૂર્ણ


SHARE







મોરબીમાં ૧૨૦ લાખના ખર્ચે દિઘલીયા-શેખરડી માર્ગનું નવીનીકરણ પૂર્ણ

મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેરી તાલુકામાં દિઘલીયા-શેખરડીના ૩.૫ કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે ૧૨૦ લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરી વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ ગ્રામ્ય માર્ગના નવીનીકરણથી ગ્રામ્ય પરિવહન સુરક્ષિત અને સલામતી સાથે સુલભ બન્યું છે.

કાર્યરત માર્ગોની આવરદા પૂર્ણ થતા રોડ રસ્તા નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે, જે અંતર્ગત મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામડાઓને જોડતા આ ગ્રામ્ય માર્ગની રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જુના નુકસાનગ્રસ્ત રોડની રીસર્ફેસિંગની કામગીરી હાથ ધરી માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ કામગીરી પૂર્ણ થતા લોકોની પરિવહન સુવિધામાં વધારો થયો છે.






Latest News