મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા


SHARE







મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાજીનું પૂજન, ગીતાજીનું પઠન, દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત નૃત્ય નાટીકા, સંસ્કૃત ગરબા વગેરે સંસ્કૃતના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુથી આ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના પંચકમ અંતર્ગત જેમને સંપૂર્ણ ગીતાજી તેમજ સો સુભાષિત કંઠસ્થ કરેલા હતા તેમને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાજીનું જીવનમાં શું મહત્વ છે તે અંતર્ગત માધવભાઈ પંડ્યાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મોરબી જિલ્લામાં અને સાર્થક વિદ્યા મંદિરમાં સંસ્કૃત કાર્ય થઈ રહ્યા છે તે અંતર્ગત સંસ્કૃત ભારતીમાંથી રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લએ માહિતી આપી હતી. આ સાથે દર વર્ષની જેમ સાર્થક વિદ્યામંદિરમાં સવારે તેમજ બપોરે બંને સમયે ગીતાજીના સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ પણ કરવામાં આવેલું હતું.






Latest News