મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !


SHARE







મોરબીના નહેરુ ગેટ ચોકમાં બનાવવામાં આવેલ મહિલા શૌચાલય બંધ !

મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં લાખો રૂપિયાના ખર્ચે મહિલા શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, જાળવણી અને સંચાલનના અભાવે તે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. જેથી સામાજિક કાર્યકરોએ મહિલાઓને પડતી હાલાકી દૂર કરવા માટે વહેલી તકે શૌચાલય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગિરીશભાઈ કોટેચા, રાણેવાડીયા દેવેશ અને મેરુભાઈએ મુખ્યમંત્રી સુદ્ધિ રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં નહેરુ ગેટ ચોકમાં મહિલા શૌચાલય બનાવવા માટે ગાંધીનગરથી આદેશ આવ્યો પછી મોરબી નગરપાલિકાને મહિલા શૌચાલય બનાવેલ હતું જો કે, બે લાખના ખર્ચે બનેલ મહિલા શૌચાલય આજદિન સુધી વ્યવસ્થિત રીતે કયારે પણ ચાલ્યું નથી તો પણ જવાબદાર અધિકારી દ્વારા તેની દરકાર લેવામાં આવતી નથી. અને આ મહિલા શૌચાલય આજની તારીખે બંધ પડ્યું છે. ત્યારે મહિલા શૌચાલય બનાવવાનું હતું ત્યારે ગાંધીનગર સુદ્ધિ રજૂઆત કરી હતી તેવી જ રીતે હવે તેને ચાલુ કરવા માટે પણ શું ગાંધીનગર સુધી રજૂઆત કરવી પડશે તેવો સવાલ સામાજિક કાર્યકરોએ કરેલ છે.




Latest News