મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના જોગડ ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત


SHARE







હળવદના જોગડ ગામે બીમારીથી કંટાળીને ઝેરી દવા પીને યુવાને કર્યો આપઘાત

હળવદના જોગડ ગામે રહેતા યુવાનને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ તાલુકાના જોગડ ગામે રહેતા જયદીપભાઇ ઉર્ફે જાદુ રાયધનભાઈ ઝંઝવાડીયા (27)ને છેલ્લા પાંચ વર્ષથી માનસિક બીમારી હોય બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતક યુવાનના પિતા રાયધનભાઈ માવજીભાઈ ઝંઝવાડીયા (55)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે રહેતો અનુજ રામદાસ યાદવ (23) નામનો યુવાન રંગપર બેલા રોડ ઉપર વેન્ટો સિરામિક કારખાના પાસેથી સ્કૂટર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો તો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે

વીંછી કરડી જતાં સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા પૃથ્વી ચરણભાઈ રાજપુત (40) નામના યુવાનને વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા તૈલી અશરફ હસુનભાઈ (31) નામનો યુવાન બસ સ્ટેશન પાસે હતો ત્યારે ત્યાં અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News