મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા


SHARE













મોરબીના મકનસર પાસેથી દારૂની ૧૦૨ બોટલ પકડવાના ગુનામાં મહિલા સહિત કુલ ત્રણ આરોપી પકડાયા

મોરબીના મકનસર ગામ પાસે રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાંથી બાવળાની કાંટ અને રીક્ષામાંથી કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવ્યો હતો અને દારૂના જથ્થા સાથે જે તે સમયે એક શખ્સને પકડવામાં આવેલ હતો. ત્યાર બાદ આ ગુનામાં એક મહિલ સહિત વધુ ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

મોરબી એલસીબીની ગત જૂન માહિનામાં બાતમી આધારે સી.એન.જી. રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૬૮૨૦ ને મકનસર ગામ પાસે રોકી હતી અને ચેક કરવામાં આવી હતી ત્યારે રિક્ષામાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની કુલ મળીને ૧૦૨ બોટલ દારૂ મળી આવી હતી જેથી પોલીસે રીક્ષા ચાલક સમીર ઉર્ફે સમલો અબ્બાસભાઇ કટીયા રહે. રતનપર ઢાળ વિસ્તાર સુરેંદ્રનગર વાળાને જે તે સમયે દારૂના જથ્થા સાથે પકડ્યો હતો. તેની પૂછપરછમાં તેણે આ દારૂનો જથ્થો મરિયમબેન ઉર્ફે પિન્કીબેન હબીબભાઈ માણેક (35) રહે. ટાવર ચોક પાસે સુરેન્દ્રનગર વાળાનો હોવાનું જણાવ્યુ હતું જેથી મોરબી એલસીબીના સ્ટાફે સુરેન્દ્રનગરના મરિયમબેન ઉર્ફે પિન્કીબેન માણેકની ધરપકડ કરી હતી અને તે મરિયમબેનની પૂછપરછમાં અહીં મોરબીમાં કોને માલ આપવાનો હતો તે અંગેની પૂછપરછ કરવામાં આવતા સામે આવ્યું હતું કે આ દારૂનો જથ્થો મોહદકે અલ્તાફ જુનાણી રહે. મોરબી તથા સાબીર ઉર્ફે શબીર કાસમ કાસમાણી રહે. લાતી પ્લોટ મોરબી વાળાએ મંગાવ્યો હતો જેથી તે બંનેને પણ પકડવામાં આવ્યા હતા અને મહિલા સહિતના ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ત્રણેય આરોપીને જેલ હવાલે કરેલ છે.

યુવાન સારવારમાં

મૂળ રાજસ્થાનના રહેવાસી સીતારામ ભગવતસંરાવત (23) નામનો યુવાન ઉંચી માંડલ ગામ પાસેથી ટ્રકમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે તેના વાહનને બ્રેક મારતા યુવાનનો ટ્રક તેની પાછળ અથડાયો હતો જેથી અકસ્માત થયો હતો તે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરી છે

બાઇક સ્લીપ

મોરબીના પીપળીધામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતો સ્વેતનરેન્દ્રકુમાર મોરસિયા (28) નામનો યુવાનો બાઇકમાં જઈ રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના લીધે અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News