મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ


SHARE







મોરબીના ઉમિયા માનવ મંદિરના વડીલોએ કલબ-36 ના સૌજન્યથી લાલો ફિલ્મ જોઈ

ટંકારાના લજાઇ નજીક આવેલ "કલબ- 36" ના સૌજન્યથી તેમના જ "CINE -36" થિયેટરમાં ગુજરાતમાં ધૂમ મચાવનાર ફિલ્મ “લાલો" જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં માનવ મંદિર ખાતે રહેતા વડીલોને લઈ જવામાં આવ્યા હતા અને તેઓને આ ફિલ્મ બતાવવામાં આવી હતી તેમની સાથે માનવ મંદિરના પ્રમુખ પોપટભાઈ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલાકેમ્પસ ડાયરેક્ટર ઠાકરશીભાઈ કલોલાએ દંપતી સાથે ત્યાં આવીને વડીલોને સેવા અને સહયોગ આપવાના ભાવના સાથે તેઓની સાથે ફિલ્મ જોવા માટે જોડાયા. આ ખાસ શો માં ટંકારા કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓ પણ આવી હતી અને ફિલ્મ જોયા પછી વિદ્યાર્થીનીઓમાનવ મંદિર સંકુલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ત્યારે સંસ્થાની મુલાકાતે આવેલ દીકરીઓ સાથે સંસ્કાર અને શિક્ષણની વાતો કરી હતી. ત્યાર બાદ દીકરીઓ ત્યાં રસ ગરબા રમી હતી.






Latest News