હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહાપાલિકા અને રોટરી કલબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરાયું: અધિકારીઓ, વૃદ્ધે સહિતનાઓએ જુદીજુદી રમતો રમીને બાળપણની યાદો તાજા કરી


SHARE











મોરબીમાં મહાપાલિકા અને રોટરી કલબ દ્વારા ધમાલ ગલીનું આયોજન કરાયું: અધિકારીઓ, વૃદ્ધે સહિતનાઓએ જુદીજુદી રમતો રમીને બાળપણની યાદો તાજા કરી

વર્તમાન સમયમાં સોશ્યલ મીડિયાના આક્રમણ વચ્ચે બાળકો શેરી રમતોને જાણે કે ભૂલી જ ગયા છે ત્યારે મોરબીમાં બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકો માટે રોટરી કબલ અને મહાપાલિકા દ્વારા રવિવારે ધમાલગલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો સહિતના લોકોએ વિસરાતી રમત રમીને ભારે માજા માણી હતી.

આજે મોબાઈલ અને ગુગલના લીધે આખી દુનિયા આંગળીના ટેરવે આવી ગઈ છે જેથી કરીને બાળકો સતત મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે અગાઉના સમયમાં શેરીમાં બાળકો ભેગા થાય અને ત્યાર બાદ લખોટી, થપો, ટાયર ફેરવવા, છાપું અને લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો જેવી ધમાલ મસ્તી હવે શેરીઓમાં જોવા મળતી નથી અને ખાસ કરીને શેરીઓ શાંત થઈ ગયેલ છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી. ત્યારે ભુલાઈ કે વિસરાઈ ગયેલ શેરી રમતોને ફરી જીવંત કરવા માટે મોરબીની રોટરી ક્લબ સંસ્થા અને મહાપાલિકા દ્વારા રવિવારના રોજ કેસર બાગ ખાતે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓ તેમજ બાળકો, યુવાનો, વૃદ્ધો સહિતનાઓએ જુદીજુદી રમતો રમી હતી. ખાસ કરીને કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડો, લંગડી, આંધળોપાટો, મલ કુસ્તી, લખોટી, સાપસીડી, દોરડા કુદ સહિતની શેરી રમતોની મજા સહુ કોઈએ માણી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રોટરી ક્લબના પ્રેસિડન્ડ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. અને ખાસ કરીને દર મહિને આવી જ રીતે ધમાલ ગલીનું મોરબીના જુદાજુદા વિસ્તારમાં આયોજન કરવામાં આવશે.






Latest News